Showing posts with label Poetry. Show all posts
Showing posts with label Poetry. Show all posts

Sunday, July 28, 2024


ફૂલડે વધાવું તમને મોતીડે વધાવું, હો શામળાજી

આવો અમ આંગણે તો સાથીયા પુરાવું, હો શામળાજી

લઈ લીધી છે તમે એવી રાધા ની બાધા,હો શામળાજી

ખાલી ડેલી ખખડાવી હું તો પાછી ફરું, હો શામળાજી

રાધા નો કા'ન, મીરાનો ગિરધર, નરસૈયાનો હો શામળાજી

ચોથા હવે કયા નામે હું તમને પુકરું, હો શામળાજી

વાંસળીના સૂર સુણી થાય બાવરી રાધા, હો શામળાજી

ને મીરાંની આંખેથી વહે આંસુની ધાર, હો શામળાજી

વગાડી ચપટી તમે કરો ચમત્કાર એવા, હો શામળાજી

ને થાય મન મારું એવું માખણ માખણ, હો શામળાજી

Prapti 
Written dt- 02-08-2023




Saturday, July 27, 2024

જોઉં રાહ તમારી

ખુલ્લી આંખે જોઉં હર એક માં છબી તમારી

ને  કરી  બંધ આંખે જોઉં હું તસવીર તમારી


કોણ જાણે કેટલાય જનમો ગયા વીતી

જોઈ રહી હું  રાહ સદીઓ થી  તમારી 


ઉમટ્યા વાદળ ને થઈ ગઈ પાંપણ ની કોર ભીની

અંતરે જાગ્યો આ પ્રેમ રસ ને જાગી તરસ તમારી


વિરહ ની આ વેદના ને છે આશ તમારા મિલન ની 

આવીશ હું રિક્ત વાંસળી થઈ, મારજો ફૂંક તમારી

By Prapti

Written dt. 23-08-2023

Wednesday, March 17, 2010

સજાવી તો જો જો

જીવનની સફર મા ચાહત નો બોજો, સનમ જરા તમે ઉઠાવી તો જો જો

રહે છે પ્રેમ તમારા શ્વસોમા કેદ, આખેથી એને કદિ વહાવી તો જો જો

પગ પગ પર મળી છે મજિલો તમને, મજધારે સંગ ઝાઝવા ખેલી તો જો જો

છે નમણો ને નાજુક ચહેરો જિદગીનો, આસુઓથી એને કદિ સજાવી તો જો જો